A part of Indiaonline network empowering local businesses

ધુળેટીના દિવસે રાજયમાં થયેલી જુદી જુદી દુર્ધટનાઓમાં તેર લોકોના મોત થયા

news

ધુળેટીના દિવસે રાજયમાં થયેલી જુદી જુદી દુર્ધટનાઓમાં તેર લોકોના મોત થયા છે. ત્રણને ઇજા થઇ છે.
અમારા ધ્વારકા જીલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ દેવભૂમિ ધ્વારકા જીલ્લામાં આવેલા ભાણવડ નજીક આવેલ ત્રિવેણી સંગમમાં નહાવા પડેલા પાંચ યુવાનોના ડુબી જવાથી મોત નિપજયા છે. એક સાથે પાંચ કિશોરોના મોત થવાથી ભાણવડમાં શોકનુ વાતાવરણ ફેલાયુ છે. એક સાથે પાંચ કિશોરોની અંતિમ યાત્રા નીકળી હતી.
મહિસાગર જીલ્લામાં બે જુદી જુદી દુર્ધટનામાં છ લોકોના મોત થયા છે. અમારા મહિસાગરના પ્રતિનિધિના જણાવ્યા મુજબ વણાકબોરી ડેમ મહિસાગર નદીમાં નહાવા પડેલા કઠલાલના ચાર યુવાનો ડુબી જતા તેમના મોત નિપજયા છે. સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડે ત્રણ મૃતદેહોને શોધી કાઢયા છે અને હજુ એકની શોધખોળ ચાલુ છે. ચારેય યુવાનો કઠલાલના હોવાનું જણાઇ આવ્યું છે.
અન્ય એક બનાવમાં લુણાવાડાના હાડોડ ગામ પાસે મહી નદીમાં વધુ બે લોકોના ડુબી જવાથી મોત થયા હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે. (AIRNEWS)

555 Days ago