A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

ધોરડોમાં યોજાયેલી જી-20 પ્રવાસન કાર્યજૂથની અને અમદાવાદ અર્બન 20 બેઠકની ગઇકાલે પૂર્ણાહુતિ થઈ.

News

ધોરડોખાતે યોજાયેલી જી-20 પ્રવાસન કાર્યજૂથની પ્રથમ બેઠકનું ગઇકાલે સમાપન થયું ગયું. ગઇકાલેછેલ્લા દિવસે સવારે જી-20ના પ્રતિનિધીઓએ 2001માં કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપમાંજીવ ગુમાવનાર લોકોને શ્રધ્ધાજંલિ આપવા ભૂજમાં સ્થપાયેલા સ્મૃતિવનની મુલાકાત લીધીહતી. જી-20ના પ્રતિનિધીઓએ વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી ભૂકંપને લગતીવૈજ્ઞાનિક માહિતી, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપાતકાલિન સ્થિતિ અંગેકંટ્રોલ રૂમ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અંગે માહિતી મેળવી. આ મુલાકાતદરમિયાન ભારત સરકારના પ્રવાસન વિભાગના સચિવ અરવિંદ સિંઘ, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ હારિતશુક્લા, સહિતવિદેશ તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસન કાર્યજુથની બેઠક દરમિયાન, જી-20 દેશો સહિત આમંત્રિત દેશો અને વૈશ્વિક સંસ્થાના 100 જેટલાપ્રતિનિધીઓએ વૈશ્વિક પ્રવાસનને લગતા જુદા- જુદા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી અનેપર્યાવરણને અનુકુળ અને પ્રવાસન, ટકાઉ વિકાસ, પ્રવાસનમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સહભાગિતા વધારવા, પ્રવાસન ક્ષેત્ર માટે કુશળ માનવબળતૈયાર કરવા તેમજ પ્રવાસન સ્થળોના વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનીતત્પરતા દર્શાવી. (AIR NEWS)

43 Days ago