Promote your Business

નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજ શરૂ કરવા મંજૂરી

News

ગાંધીનગર ખાતે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે ગઇકાલે જાહેર કર્યું હતુ કે નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરવાની મંજૂરી કેન્દ્ર સરકારે આપી છે . તેમણે ઉમેર્યું હતું કે નવી કોલેજ મંજૂર થઈ છે તે પ્રત્યેક સ્થળે રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલનું અપગ્રેડેશન કર્યા બાદ ત્યાં મેડીકલ કોલેજ શરૂ કરાશે. ૩ કોલેજો માટે કેન્દ્ર સરકારના ૫૮૫ કરોડ અને રાજ્ય સરકારના ૩૯૦ કરોડ મળી રૂ.૯૭૫ કરોડનો ખર્ચ થશે તેવી માહિતી તેમણે આપી હતી . નવી મેડિકલ કોલેજ માં પહેલા વર્ષે 100 બેઠક ઉપર પ્રવેશ અપાશે. (AIR NEWS)

41 Days ago

Download Our Free App