નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, વાલીઓ અને દેશભરના શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી જીવનને ઉત્સવ તરીકે ઉજવવા માટે અને પરીક્ષાઓના કારણે થતા તણાવને કેવી રીતે દૂર કરી શકાય તે અંગે ચર્ચા કરશે. 2018 થી દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાય છે.
આ વર્ષે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 50 ટકા વધુ છે. આ વર્ષે કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી 102 વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ પાસેથી 20 લાખથી વધુ પ્રશ્નો પ્રાપ્ત થયા છે. (AIR NEWS)