નવી દિલ્હીમાં ઐતિહાસીક વિજય ચોક પર બીટીંગ ધ રીટ્રીટ સમારંભ યોજાયો. આ કાર્યક્રમ ચાર દિવસ સુધી ચાલેલા પ્રજાસત્તાક દિન સમારંભોના સમાપનના પ્રતીક રૂપ રહયો. રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર દ્રોપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમજ અન્ય મહાનુભાવ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયાં હતા.
સમારંભમાં શાસ્ત્રીય રાગો પર આધારીત ભારતીય ધુનો વગાડવામાં આવી. લશ્કરની ત્રણેય પાંખો તેમજ રાજય પોલીસ તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના મ્યુઝીક બેન્ડ ર૯ ધુનો પ્રસ્તુત કરી. સમારંભ દરમમિયાન દેશના ડ્રોન પ્રદર્શનનું સૌથી મોટુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેશમાં જ નિર્મિત ત્રણ હજાર પાંચસો ડ્રોન સામેલ કરવામાં આવ્યા હતા (AIR NEWS)