રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે, નવી શિક્ષણ નીતિથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સંશોધન કેન્દ્ર તરીકે વિકસિત થશે. જેનાથી દેશમાં દ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળશે. રાંચીની ભારતીય માહિતી ટેકનોલોજી સંસ્થાના બીજા દિક્ષાંત સમારોહને સંબોધન કરતાં સુશ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ટેકનોલોજીના ઉપયોગથી ડિજિટલ ઇન્ડિયાને મજબુતી મળી રહી છે અને દેશમાં સ્ટાર્ટઅપની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે.
તેમણે ટેકનોલોજી ક્ષેત્રના શૈક્ષણિક પરિણામોમાં છોકરીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી હતી. સુશ્રી મુર્મુએ બાળકીઓને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. આ દિક્ષાંત સમારોહમાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન અને મુખ્યમંત્રી હેમંત સોરેન વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. (AIR NEWS)