आपकी जीत में ही हमारी जीत है
Promote your Business

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં વર્ષ 2020-2021 અંદાજપત્ર રજૂ કર્યું

News

નાયબ મુખ્યમંત્રીઅને નાણાંમંત્રી નિતિનભાઈ પટેલે ગઇકાલે વિધાનસભા સમક્ષ ગુજરાત સરકારનું 2020-21 નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું. રૂપિયા 2 લાખ 17 હજાર 287 કરોડનું કદ અને 605.43 કરોડની પુરાંત ધરાવતા અંદાજપત્રને ગૃહ સમક્ષ રજૂ કરતાં શ્રી પટેલે જણાવ્યુ હતું કે ભારતને પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની મોદી સરકારની નેમ સાર્થક કરવામાં ગુજરાત નિર્ણાયક યોગદાન આપશે. આઠમી વખત અંદાજપત્ર રજૂ કરીને શ્રી પટેલે સૌથી વધુ વખત અંદાજપત્ર રજૂ કરવાના વિક્રમમાં બીજો નંબર જાળવ્યો છે.
બજેટની મહત્વની દરખાસ્તોની વાત કરીએ તો :
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7 હજાર 423 કરોડ રૂપિયા ફાળવવાની દરખાસ્ત છે.
પાક વીમો મરજિયાત કરાયો હોવા છતાં ખેડૂતો ને પ્રીમિયમ ભરી આપવા માટે 61 હજાર 190 કરોડની દરખાસ્ત છે.
ગૃહ વિભાગ માટે 7 હજાર 503 કરોડ ની જોગવાઈ બજેટ માં છે સાથોસાથ 11 હજાર જેટલી નવી જગ્યા ઊભી કરવાની પણ દરખાસ્ત રજૂ થઈ છે.
મહેસૂલ વિભાગ માટે 4473 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં છે.
જળ સંપતિ વિભાગની કામગીરી માટે રૂપિયા 7 હજાર 220 કરોડની ફાળવણી માટે દરખાસ્ત કરાઇ છે.
શિક્ષણ વિભાગ માટે રૂપિયા 31 હજાર 955 કરોડ ફાળવાશે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 11 હજાર 243 કરોડ ની જોગવાઈ રાખવામા આવીછે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3 હજાર 150 કરોડની દરખાસ્ત બજેટમાં છે.
પાણી પુરવઠા વિભાગ માટે 4317 કરોડની જોગવાઈ સૂચવાઇ છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4 હજાર 321 કરોડ ફાળવવાની દરખાસ્ત છે.
આદિજાતિ વિકાસ વિભાગ માટે 2675 કરોડ રૂપિયા ની જોગવાઈ સૂચવવા માં આવી છે.
પંચાયત , ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂપિયા 9હજાર 91 કરોડ ની દરખાસ્ત બજેટ માં સામેલ છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 13 હજાર 440 કરોડની જોગવાઈ રાખવામા આવી છે.
સામાન્ય વહીવટ વિભાગ માટે 1766 કરોડ તો માહિતી પ્રસારણ માટે 169 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂપિયા 1461 કરોડ આપવાની વાત છે.
માર્ગ અને મકાન વિભાગ માટે 10 હજાર 200 કરોડ ની દરખાસ્ત છે.
બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1397 કરોડ રૂપિયાની ફાળવણી માટેની વાત બજેટમાં છે
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે 13 હજાર 917 કરોડની દરખાસ્ત બજેટમાં સામેલ છે.
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 7017 કરોડ રૂપિયાની જોગવાઈ રજૂથઈ છે. Ø ક્લાઇમેટચેન્જ વિભાગ માટે ની ફાળવણી 1019 કરોડ રૂપિયા છે
પ્રવાસનને વેગ આપવા માટે 480 કરોડ રૂપિયાની ફાળવણી નક્કી કરાઇ છે. તો સ્ટેચ્યું ઓફ યુનિટી પરિસરના વિકાસ માટે 387 કરોડ આપવાનું બજેટમાં કહેવાયું છે. (AIR NEWS)

31 Days ago

Download Our Free App