યૂયોર્ક શહેરમાં આવેલી શાળાઓમાં દિપાવલી પર્વની રજા જાહેર થશે. ન્યૂયોર્કના મેયર એરિક એડમે ગઈકાલે જણાવ્યું હતું કે, શહેરમાં દક્ષિણ એશિયાઈ અને ઇન્ડો કેબિરિયન સમુદાયના લોકોની વસ્તીમાં વધારો થતાં ન્યૂયોર્કની શાળાઓમાં દિપાવલી પર્વની જાહેર રજા રહેશે.
જોકે દિપાવલીની રજા જાહેર કરવાના કાયદા ઉપર ગવર્નર કૈથી હોચુલના હસ્તાક્ષર બાકી છે જોકે ન્યૂયોર્કના મેયર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગવર્નર આ વિધેયક ઉપર હસ્તાક્ષર કરશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ન્યૂયોર્કમાં બે લાખથી વધુ લોકો દિપાવલીનું પર્વ ઉજવે છે. (AIR NEWS)