પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલે ભાવનગર-બાંદ્રા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે.
યાત્રિકોની સુવિધા માટે આવતીકાલે આ ટ્રેનના બે ફેરા કરાશે. આ ટ્રેન આવતીકાલે ભાવનગર ટર્મીનસથી બપોરે 2.50 એ ઉપડશે અને શુક્રવારે સવારે 6 વાગે બાંદ્રા ટર્મિનસ પહોચશે. વળતા સવારે 9 વાગેને 15 મીનીટે બાંદ્રાથી ઉપડી રાત્રે 11.45 એ ભાવનગર પહોંચશે. બંને દિશામાં આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, વડોદરા, સુરત, અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.
દરમ્યાન, પૂર્વોત્તર રેલવેમાં બ્લોકના કારણે અમદાવાદ-ગોરખપુર એકસપ્રેસ અને ગાંધીધામ ભાગલપુર સ્પેશલ ટ્રોનોને અસરગ્રસ્ત થશે.
ગાંધીધામ ભાગલપૂર તારીખ 11, 18 અને 25 ઓગષ્ટ માટે રદ રહેશે. (AIR NEWS)