પાટણ ખાતે આજથી જિલ્લાકક્ષાના કલા મહાકુંભનો આરંભ

News

પાટણ ખાતે આજથી જિલ્લાકક્ષાના કલા મહાકુંભની શરૂઆત થઈ છે. જિલ્લા કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ બી.એસ. ઉપાધ્યાય એ દીપ પ્રગટાવી મહાકુંભ ને ખુલ્લો મુક્યો ત્યારે ધારાસભ્ય ડો.કિરીટ પટેલ સહિત ના સ્થાનિક આગેવાનો તથા કલાકારો હાજર હતા. જિલ્લા કક્ષાના આ ત્રીજા કલા મહાકુંભમાં લોકનૃત્ય, ગરબા, રાસ, ભરતનાટ્યમ, કથ્થક વગેરે રજૂ થશે. ત્રણ વય ગ્રુપની વિવિધ ૨૩ સ્પર્ધાઓમાં જુદા જુદા ૬ સ્ટેજ પર જિલ્લાના પંદરસો જેટલા કલાકારો ભાગ લઈને તેમની કલા પ્રસ્તુત કરવાના છે. (AIR NEWS)

34 Days ago

Download Our Free App