પીવી સિંધુ અને લક્ષ્ય સેન કેનેડા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે. બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચીનની ગાઓ ફેંગ જી ને 21-13, 21-7થી પરાજય આપ્યો હતો.
જયારે લક્ષ્ય સેને છેલ્લી આઠની મેચમાં બેલ્જિયમના જુલિયન કેરાગીને 21-8, 17-21, 21-10થી પરાજય આપ્યો હતો. (AIR NEWS)