A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ટેલિફોનિક વાતચીત કરી.

News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ટેલિફોનિક વાતચીત અને ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી પર સંતોષ વ્યક્ત કર્યો. બંને નેતાઓએ એર ઈન્ડિયા અને બોઈંગ વચ્ચેના સીમાચિહ્નરૂપ કરારની જાહેરાતનું સ્વાગત કર્યું, જે બંને દેશોમાં રોજગારીની નવી તકો ઊભી કરવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોઇંગ અને અન્ય યુએસ કંપનીઓને ભારતમાં વધતા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને કારણે ઊભી થતી તકોનો ઉપયોગ કરવા આમંત્રણ આપ્યું હતું.
બંને નેતાઓએ તાજેતરમાં વોશિંગ્ટન ડીસીની મુલાકાતમાં નિર્ણાયક અને ઉભરતી તકનીકો પરની પ્રથમ બેઠકનું સ્વાગત કર્યું હતું તેઓએ અવકાશ, સેમી કંદતોર, પુરવઠા શૃંખલા, સંરક્ષણ સહ-ઉત્પાદન અને જ્ઞાન-ઇનોવેશન ઇકોસિસ્ટમના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન બંને દેશો વચ્ચેના લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા સંમત થયા હતા. બંને નેતાઓએ તેની સફળતા સુનિશ્ચિત કરવા માટે ભારતના પ્રમુખ પદ હેઠળ G-20 દરમિયાન એકબીજાના સંપર્કમાં રહેવા માટે પણ સંમત થયા હતા. (AIR NEWS)

39 Days ago