પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે નવી દિલ્હીમાં ગ્લોબલ મિલેટ્સ(શ્રી અન્ન) કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રીઆ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી આંતરરાષ્ટ્રીય જાડા ધાન વર્ષ 2023 અંગેની એક ટપાલ ટિકિટ તથા અનેસિક્કાનું પણ વિમોચન કરશે. ICAR-IIMRનેગ્લોબલ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે જાહેર કરવાની સાથે બાજરી પરના વિડિયોનું પણવિમોચન કરશે.
આકોન્ફરન્સમાં છ દેશોના કૃષિ મંત્રીઓ, આંતરરાષ્ટ્રીયવૈજ્ઞાનિકો, પોષણ તજજ્ઞો, આરોગ્ય તજજ્ઞો, સ્ટાર્ટ-અપ લીડર્સ અને અન્ય હિતધારકોભાગ લેશે. તેમાં 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ અનેવિશ્વભરના કેટલાક હિતધારકો ભાગ લેશે. (AIR NEWS)