પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 28મી તારીખે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો વ્યક્ત કરશે. પ્રધાનમંત્રીએ લોકોને સંબોધિત કરવાના વિષયો અંગે વિચારો રજુ કરવા નાગરિકોને આમંત્રણ આપ્યું છે.
લોકો નમો એપ્લિકેશન અથવા માય ગોવ ઓપન ફોરમમાં તેમનાં મંતવ્યો આપી શકે છે. તેઓ ટોલ-ફ્રી નંબર 1800-11-7800 પણ ડાયલ કરી શકે છે અને પ્રધાનમંત્રી માટેનો સંદેશ હિન્દી અથવા અંગ્રેજીમાં રેકોર્ડ કરી શકે છે. આ ફોન લાઈન આવતીકાલ 26 મે સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત 1922 નંબર પર મિસ કોલ પણ કરી શકે છે. (AIR NEWS)