A part of Indiaonline network empowering local businesses

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસોનું આવતીકાલે ઈ-લોકાર્પણ

news

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ કરાયેલા એક લાખથી વધુ આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત BLC આવાસોનું આવતીકાલે ઈ-લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાશે.
રાજ્યના તમામ ૧૮૨ વિધાનસભા મતક્ષેત્રમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે તેમજ લાભાર્થીઓની હાજરીમાં આવાસોની ચાવી સોંપણીના કાર્યક્રમો યોજાશે.
અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરેશ ટાંકના જણાવ્યા અનુસાર ઉલ્લેખનીય છે કે આવતીકાલે યોજનારા કાર્યક્રમમાં અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારનો લોકાર્પણ સમારોહ ખેડૂત તાલીમ ભવન, અમરેલી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં આ વિસ્તારના ૨૭૮ લાભાર્થીઓને સરકારની યોજનાઓ થકી પોતાના આવાસ મળશે. આમ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી છેવાડાના માનવીના જીવનમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે.
કચ્છ જિલ્લામાં ૦૬ સ્થળે આવતીકાલે આવાસ યોજનાના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કાર્યક્રમમાં અંદાજે ૧૪૦૦થી વધારે આવાસનું ઈ-લોકાર્પણ અને ૪૪ જેટલા આવાસનું ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવશે.
કચ્છ જિલ્લામાં કુલ ૦૬ સ્થળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભુજ અને ગાંધીધામમાં શહેરીકક્ષાએ કાર્યક્રમ યોજાશે. જ્યારે અંજાર, અબડાસા, માંડવી અને રાપર ખાતે ગ્રામ્યકક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ૦૬ જગ્યાએ ડીસાથી આયોજિત થનારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકાય તે રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. ભુજનો કાર્યક્રમ ભગવતી હોટેલ ગ્રાઉન્ડ ભુજ ખાતે, અબડાસાનો કાર્યક્રમ રામેશ્વર ગ્રાઉન્ડ નખત્રાણા ખાતે, માંડવીનો કાર્યક્રમ પાટીદાર સમાજવાડી બિદડા ખાતે, અંજારનો કાર્યક્રમ મારૂતિ ગ્રાઉન્ડ અંજાર ખાતે, ગાંધીધામનો કાર્યક્રમ ડૉ. આંબેડકર ભવન ગાંધીધામ ખાતે અને રાપરનો કાર્યક્રમ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ રાપર ખાતે યોજાશે.
આવાસ યોજનાના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કાર્યક્રમ તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. (AIR NEWS)

20 Days ago