A part of Indiaonline network empowering local businesses

બિહારમાં વિજળી પડવાની ઘટનામાં 22 જેટલા લોકોના મોત નિપજ્યાં છે

news

બિહારમાં છેલ્લા 12 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અરવાલ અને રોહતાસ જિલ્લામાંથી કુલ આઠ વ્યક્તિઓના મોત થયા છે. ઔરંગાબાદ અને પૂર્વ ચંપારણમાં બે-બે જ્યારે કૈમુર, કિશનગંજ, બાંકા, સિવાન, નાલંદા, અરરિયા, સીતામઢી, મુઝફ્ફરપુર, વૈશાલી, સિવાન અને સારણ જિલ્લામાં વીજળી પડવાથી એક-એકનું મોત થયું છે. મોટાભાગ લોકો ખરીફ સિઝનની તૈયારી દરમિયાન ખેતરોમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
હવામાન વિભાગે આજે રાજ્યના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સહિત વરસાદ દરમિયાન લોકોને બહાર ન નીકળવાની ચેતવણી પણ આપી છે. (AIR NEWS)

76 Days ago