A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

ભારતના UPI અને સિંગાપોરના પે નાઉ વચ્ચે આજે જોડાણ

News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિએન લૂંગની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના UPI અને સિંગાપોરના પે નાઉ વચ્ચે આજે જોડાણ કરશે.

રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ અને સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનન દ્વારા તેનો આરંભ કરવામાં આવશે. આ બે ચુકવણી પ્રણાલીઓનું જોડાણ બંને દેશોના લોકોને નાણાકીય લેવડ દેવડ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે સક્ષમ બનાવશે.

આ જોડાણથી સિંગાપોરમાં રહેતા મૂળ ભારતીયો, ખાસ કરીને સ્થળાંતર કામદારો અને વિદ્યાર્થીઓને સિંગાપોરથી ભારતમાં નાણાંકીય લેવડ દેવડ કરવામાં મદદ કરશે (AIR NEWS)

33 Days ago