પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરી અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આજે ભારતમાં કોવિડ-19 રસીકરણ સંબંધિત એક ગીત બહાર પાડ્યું. જેને પદમ શ્રી કૈલાસ ખેરે ગાયું છે.
આ અવસરે હરદીપસિંહ પૂરીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં કોવિડ-19 ની વેક્સિનનું ઉત્પાદન અને વિતરણ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને ભારત ટૂંક જ સમયમાં 100 કરોડ વેક્સિનના ડોઝ આપનારની ઉપલબ્ધિ હાંસલ કરશે. તેમણે કહ્યું કે, આ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી પરંતુ જન આંદલોન છે. આ અવસરે આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે, દેશમાં કોરોના વેક્સિનના 97 કરોડ ડોઝ આપી દેવાયા છે. (AIR NEWS)