A part of Indiaonline network empowering local businesses

ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિ-માસિક નાણા નીતિ જાહેર કરશે.

News

ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિ-માસિક નાણા નીતિ જાહેર કરશે. RBI ગવર્નર શક્તિકાંત દાસ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની 3-દિવસીય બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે.
એક વર્ષ માટે રિઝર્વ બેંકે ટૂંકા ગાળાના ધિરાણ દર અથવા રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. ફુગાવાને નિયંત્રિત કરવા બેન્ચમાર્ક વ્યાજદર છેલ્લે ફેબ્રુઆરી 2023માં 6.25 ટકાથી વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સરકારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત છૂટક ફુગાવો 4 ટકા પર રહે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય બેંકને આદેશ આપ્યો છે. (AIR NEWS)

21 Days ago