ભારતે કુવૈતને પરાજય આપીને દક્ષિણ એશિયા ફૂટબોલ સંગઠન – સાફ સ્પર્ધા નવમી વખત જીતી લીધી છે. ગઇકાલે બેંગલૂરૂમાં રમાયેલી ફાઇનલમાં નિર્ધારીત સમયમાં બંને ટીમો 1-1 ગોલથી બરાબરીમાં રહી હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ પદ્ધતિથી ભારતે કુવૈતને 5-4થી પરાજય આપ્યો હતો.
સ્પર્ધાની સેમિફાઇનલમાં ભારતે લેબેનોનને જયારે કુવૈતે બાંગ્લાદેશને પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. (AIR NEWS)