ભારતે ગઇકાલે રાંચીમાં રમાયેલી મેચમાં જાપાન પર 2-1થી જીત મેળવી સતત ચોથી જીત નોંધાવવા મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય મહિલા ટીમે અગાઉ થાઈલેન્ડ, મલેશિયા અને ચીનને પરાજય આપ્યો હતો. ભારત આવતીકાલે તેની અંતિમ લીગ મેચમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે. (AIR NEWS)