A part of Indiaonline network empowering local businesses

ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

News

ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે ચેન્નાઈમાં રમાયેલી મેચમાં ભારતના સુકાની હરમનપ્રીત સિંઘે બે અને જુગરાજ સિંઘા અને મનદીપ સિંહે એક-એક ગોલ કર્યો હતો. ભારત હવે ચાર જીત અને એક ડ્રો બાદ 13 અંક સાથે મોખરે છે. જ્યારે પાકિસ્તાન સ્પર્ધામાંથી બહાર થઈ ગયું છે.
આ પહેલા ગઈકાલે મલેશિયાએ કોરિયાને 1-0થી હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. હવે સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે જ્યારે મલેશિયા શુક્રવારે કોરિયા સામે ટકરાશે. (AIR NEWS)

50 Days ago