A part of Indiaonline network empowering local businesses

ભારતે બેંગકોકમાં એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2023ના ત્રણ સુવર્ણચંદ્રક સહિત પાંચ ચ્ંદ્રેકો જીત્યા

News

ભારતે બેંગકોકમાં રમાયેલી એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2023ના અંતિમ દિવસે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ત્રણ સુવર્ણ ચંદ્રક સહિત પાંચ ચ્ંદ્રેકો જીત્યા હતા. ભારતે આ ટુર્નામેન્ટમાં ત્રણ સુવર્ણ, એક રજત અને ત્રણ કાંસ્ય ચ્ંદ્રકો સહિત કુલ સાત ચંદ્રકો જીત્યા હતા.
મહિલા ટીમની ફાઇનલમાં, જ્યોતિ સુરેખા વેન્નમ અનેપ્રનીત કૌરની સાથે અદિતિ ગોપીચંદ સ્વામીએ રોમાંચક ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇને 234-233થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. મિશ્ર ટીમ ઇવેન્ટની ફાઇનલમાં સ્વામી અને પ્રિયાંશે થાઇલેન્ડને 156- 151થી હરાવીને ભારતને દિવસનો બીજો સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. પ્રનીતકૌરે મહિલા વ્યક્તિગત તીરંદાજી ફાઇનલમાં દેશબંધુ વેનમને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. (AIR NEWS)

111 Days ago