ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષી વેપારે ર૦૧૯ ના વર્ષ દરમિયાન એકધારી વૃધ્ધિ નોંધાવી.

News

ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષી વેપારે ર૦૧૯ ના વર્ષ દરમિયાન એકધારી વૃધ્ધિ નોંધાવી છે. ચીન દ્વારા ગઇકાલે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર ર૦૧૯ ના વર્ષમાં ચીન અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર કુલ ૬૩૯ અબજ બાવન કરોડ યુઆનનો આંક વટાવી ગયો છે. જે ર૦૧૮ ના વર્ષ કરતાં તે એક પોઇન્ટ છ ટકાનો વધારો દર્શાવે છે.
ભારતની વિશાળ વેપાર ખાદ્ય અંગે પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં ચીનના નાયબ મંત્રી ઝોઉ ઝહીવુએ જણાવ્યું હતું કે, ચીનના વિશાળ બજારમાં ભારતનો ઉચ્ચ ગુણવત્તાવાળો માલ-સામાન આવકાર્ય છે.
શ્રી ઝોઉએ ઉમેર્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જીનપીંગ વચ્ચેની ગયા વર્ષે યોજાયેલી અનૌપચારિક શિખર બેઠકે વેપાર વૃધ્ધિ માટે સારૂ બળ પુરૂ પાડયું હતું.
બંને દેશ વચ્ચેના દ્વિપક્ષી સંબંધો અને વેપાર વૃધ્ધિને પ્રોત્સાહન મળવાનું ચાલુ રહેશે. ભારતની ચીન સાથેની વેપાર ખાદ્ય અન્ય કોઇપણ દેશ કરતા સૌથી વધુ છે.
ગયા વર્ષે ચૈન્નાઇમાં યોજાયેલી બીજી અનૌપચારિક શિખર બેઠક દરમિયાન શ્રી મોદી અને શ્રી શી જીનપીંગ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ તેમજ ચીનના ઉપરાષ્ટ્રપતિ હુ ચુનહુઆની આગેવાની હેઠળ સ્થાપવામાં આવેલી નવી વેપાર વ્યવસ્થાને આગળ ધપાવવા સહમત થયા હતા. આ વ્યવસ્થા હેઠળ વેપાર, મુડી રોકાણ અને સેવાઓ અંગે ચર્ચા કરાશે. મંત્રી કક્ષાની આ પહેલી બેઠક આ વર્ષે યોજાશે.
ભારતની ચીન સાથેના વેપારની ખાદ્ય મુખ્યત્વે બે બાબતોના કારણે વધી રહી છે. ભારત ચીનમાં મુખ્યત્વે પ્રાથમિક કક્ષાની ચીજવસ્તુઓ જ નિકાસ કરે છે. જેમાં કૃષિ પેદાશોનો જ મુખ્યત્વે સમાવેશ થાય છે.
આ ઉપરાંત દવાઓ, ઇન્ફર્મેશન ટેકનોલોજી વગેરે પણ ચીનમાં નિકાસ થાય છે. ભારત માહીતી ટેકનોલોજીની કંપનીઓ માટે, દવાઓ માટે અને ખાંડ, ચોખા, દુધ તેમજ દુધની બનાવટો સહિત કૃષિ પેદાશો માટે ચીનના બજારો ખુલ્લા મુકવાની માંગણી કરી રહયું છે. (AIR NEWS)

43 Days ago