ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી ટ્વીન્ટી મેચ આજે અમદાવાદમાં રમાશે. ભારતે લખનૌમાં બીજી ટી ટ્વીન્ટી જીતી હતી અને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આજની મેચ જીતવાથી હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને નંબર-વન રેન્કિંગ જાળવી રાખવામાં ચોક્કસ મદદ મળશે. તે ભારતને શ્રેણી જીતવામાં પણ મદદ કરશે. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. (AIR NEWS)