A part of Indiaonline network empowering local businesses

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ 20-20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ આજે ત્રિનિદાદ ખાતે રમાશે.

News

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ત્રિનિદાદ અને ટોબેગોમાં બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં પાંચ 20-20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
બીજી મેચ રવિવારે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. સીરીઝની ત્રીજી મેચ આ જ સ્થળે 8મીએ રમાશે. છેલ્લી બે મેચ અમેરિકામાં રમાશે. ચોથી મેચ 12 ઓગસ્ટે સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે રમાશે અને શ્રેણીની 5મી મેચ આ મહિનાની 13મીએ તે જ સ્થળે રમાશે.
ટેસ્ટ શ્રેણી 1-0થી જીત્યા બાદ ભારતે વન-ડે શ્રેણીમાં 2-1થી વિજય નોંધાવ્યો હતો. (AIR NEWS)

57 Days ago