A part of Indiaonline network empowering local businesses

ભારત-અમેરિકા વેપાર મંત્રણા અને સીઈઓ મંચની બેઠકનો આજથી નવી દિલ્હીમાં આરંભ

News

ભારત-અમેરિકા વેપાર મંત્રણા અને સીઈઓ મંચની બેઠકનો નવી દિલ્હીમાં આજથી આરંભ થશે.
વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ અને અમેરિકાના વાણિજ્ય મંત્રી ગીના રિમોન્ડોના અધ્યક્ષ પદે યોજાનારી આ બેઠકમાં બંને દેશો વચ્ચે વેપાર અને મૂડીરોકાણની નવી તકો વધારવા મંત્રણા કરાશે.
ભારત-અમેરિકા મંત્રણાની અગાઉની બેઠક ફેબ્રુઆરી 2019માં યોજાઈ હતી અને ત્યારબાદ કોરોનાના કપરા સમયના લીધે આ બેઠક યોજાઈ શકી નથી. (AIR NEWS)

409 Days ago