A part of Indiaonline network empowering local businesses

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો પ્રથમ દેશ બની ગયો

News

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રયાન-3 પોતાની સાથે સાત પેલોડનો સેટ લઈ ગયું છે. તેમાં એક પેલોડ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા ફાળવવામાં આવ્યું છે. ચંદ્રયાન- 3 સાથે ગયેલા 7 ઉપકરણો રસાયણોથી માંડી ખનીજ સહિત ચંદ્રના ભૂગર્ભમાં રહેલા રહસ્યોની જાણકારી મેળવશે.
ચંદ્રયાન-3નું પ્રપલ્સન મોડ્યૂલ પૃથ્વી જેવા રહેવાલાયકે અન્ય ગ્રહોની શોધ કરવા તૈયાર કરાયું છે, જે ચંદ્રની આસપાસ ભ્રમણ કરશે. ત્યાંથી પૃથ્વીના વાતાવરણનો અભ્યાસ કરી અંતરીક્ષમાં પૃથ્વી જેવા વાતાવરણવાળા અન્ય ગ્રહો શોધવાનું કાર્ય કરશે.
ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યૂલ ILSA નામનું એક ઐતિહાસિક ઉપકરણ સાથે લઈને ગયું છે. ILSAનું મુખ્ય કામ ચંદ્ર પર આવતાં ભૂકંપોનું અધ્યયન કરશે. લેન્ડરના ચાર પેલોડ્સ કાર્યરત છે. આ ચાર પેલોડ્સ ચંદ્રની સપાટી પર વિવિધ સંશોધનો કરશે. વિક્રમ લેન્ડર ઉપર ચાર પેલોડ્સ લાગ્યા છે જ્યારે પ્રજ્ઞાન રોવર ઉપર બે પેલોડ્સ કાર્યરત છે. (AIR NEWS)

35 Days ago