A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

ભુકંપગ્રસ્ત તુર્કીયેમાં ઓપરેશન દોસ્ત કાર્યક્રમ હેઠળ બચાવ માટે ગયેલી NDRF ની છેલ્લી ટુકડી સ્વદેશ પરત

News

ભુકંપગ્રસ્ત તુર્કીયેમાં ઓપરેશન દોસ્ત કાર્યક્રમ હેઠળ બચાવ અને રાહત કાર્ય માટે ગયેલી ભારતની રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRF ની છેલ્લી ટુકડી સ્વદેશ પરત આવી ગઇ છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ ટવીટ સંદેશમાં આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે એનડીઆરએફના જવાનો અને શ્વાનોની ટુકડીએ તુર્કીયેના ભુકંપ પીડીત વિસ્તારોમાં નોંધપાત્ર મદદ કરી હતી. આ ટુકડીઓએ કાટમાળમાં દટાયેલા લોકોને શોધવાની, બચાવવાની અને રાહત કામગીરી બજાવી હતી. તુર્કીયેના નુર્દાંગી અને અંટાકયા વિસ્તારોમાં કુલ ૩પ સ્થળો સહિત અનેક સ્થળે એનડીઆરએફ એ આ કામગીરી બજાવી હતી. (AIR NEWS)

34 Days ago