મણિપુરમાં છેલ્લાં 48 કલાકમાં હિંસાનો કોઈ બનાવ નોંધાયો નથી અને પરિસ્થિતિ શાંત અને નિયંત્રણ હેઠળ છે. મણિપુર સરકારના સલાહકાર કુલદીપસિંહે જણાવ્યું છે કે, ખીણ પ્રદેશના પાંચ જિલ્લાઓમાં કરફ્યુમાં બાર કલાકની જ્યારે પર્વતીય વિસ્તારના જિલ્લાઓમાં 10 કલાકની છૂટછાટ આપવામાં આવી હતી.
છેલ્લાં 24 કલાકમાં પોલીસે કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન 27 શસ્ત્રો, 41 બોમ્બ અને દારૂગોળો જપ્ત કર્યો છે. દરમિયાન ગૃહમંત્રાલયે હિંસાથી મણિપુરમાં વિસ્થાપિત થયેલા લોકો માટે 101 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. (AIR NEWS)