A part of Indiaonline network empowering local businesses

મસ્કતમાં રમાયેલી FIH હોકી 5 એસ મહિલા વિશ્વ કપમાં ભારતે તેની બીજી પૂલ C મેચમાં અમેરિકા સામે 7-3થી જીત

News

મસ્કતમાં રમાયેલી FIH હોકી 5 એસ મહિલા વિશ્વ કપમાં ભારતે તેની બીજી પૂલ C મેચમાં અમેરિકા સામે 7-3થી જીત મેળવી છે.
ભારત માટે મહિમા ચૌધરીએ 17મી મિનિટે ગોલ કર્યા બાદ, મારિયાના કુજુર, દીપિકા સોરેંગ, મુમતાઝ ખાન અને અઝમિના કુજુરે પણ એક એક ગોલ કર્યા હતા. અમેરિકા માટે જેક્લીન સુમફેસ્ટે ચોથી અને 18મી મિનિટે ગોલ કર્યા હતા જ્યારે કેપ્ટન લિનિયા ગોન્ઝાલેસે 14મી મિનિટે ગોલ કર્યા હતા.
આ પહેલા મસ્કતમાં ભારતીય ટીમે પૂલ સીમાં પોલેન્ડ સામેની રોમાંચક મેચમાં 5-4થી જીત મેળવી હતી.
ભારતીય ટીમનો આગામી મુકાબલો આજે બપોરે અઢી વાગે નામીબિયા સામે થશે.
હોકી 5 એસ ની રમત બે ટીમો વચ્ચે રમાય છે જેમાં 4 ફિલ્ડ ખેલાડીઓ અને એક ગોલકીપર હોય છે. (AIR NEWS)

35 Days ago