Promote your Business

મુખ્યમંત્રી આવતીકાલે દ્વિ-વાર્ષિક ઉત્તરાખંડ ઉત્સવ મહોત્સવનો પ્રારંભ કરશે

News

મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો મુખ્યમંત્રી આવતીકાલે સાંજે આરંભ કરાવશે. સંગીત નાટક અકાદમી દ્વારા ર૧ અને રર જાન્યુઆરી દરમિયાન આ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાઇ રહ્યો છે.
મોઢેરાનું આ સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે. આ બે દિવસ દરમિયાન વિવધ કલાકારો અલગ-અલગ નૃત્ય કલાનું રસપાન કરાવશે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આ ઉત્સવનું સમાપન રર જાન્યુઆરીએ કરાવવાના છે. (AIR NEWS)

71 Days ago

Video News

Download Our Free App