आपकी जीत में ही हमारी जीत है
Promote your Business

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ ક્લબનું ઉદઘાટન કર્યું

News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફીટ ઈન્ડિયા સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે શહેરોમાં ફિટનેસ અને સ્પોર્ટ્સ માટેની અત્યાધુનિક સુવિધાઓ આવશ્યક છે.
અમદાવાદના જગતપુર ખાતે સેવી સ્વરાજ ટાઉનશીપમાં નવનિર્મિત સ્પોર્ટ્સ ક્લબના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, રમત-ગમત, ખેલદીલી અને જીન જીવવાની કળા શીખવે છે. તન-મનથી સ્વસ્થ રહેવા માટે અને આત્માના આનંદ માટે પણ રમત-ગમતમાં પ્રવૃત્ત રહેવું અત્યંત જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જેમાં આંતરમાળખાકીય સુવિધા, હેપ્પીનેસ ઈન્ડેક્સ અને અત્યાધુનિક તકનીકથી સજ્જ નાગરિક સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવે તે શહેર સ્માર્ટ સિટી બનતું હોય છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રમત-ગમત માટે છ એકરમાં નિર્મિત સેવી સમાજ સ્પોર્ટ્સ ક્લબ જેવી સુવિધા શહેર અને રાજ્યને ઉત્તમ કક્ષાના રમતવીરો તૈયાર કરવામાં સહાયરૂપ બનશે.
આ પ્રસંગે અમદાવાદ કલેક્ટર શ્રી કે.કે.નિરાલા, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરા, ધારાસભ્યશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (AIR NEWS)

56 Days ago

Download Our Free App