आपकी जीत में ही हमारी जीत है
Promote your Business

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બજેટને ગુજરાતને સર્વોત્તમ બનાવનારૂ સર્વગ્રાહી બજેટ ગણાવ્યું

News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના૨૦૨૦ના વર્ષના અંદાજપત્રને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશા દર્શાવનારૂંઅને તમામ ક્ષેત્રોના વિકાસ સાથે સર્વાંગી વિકાસની નેમ ધરાવતું બજેટ ગણાવ્યું છે.
શ્રી રૂપાણીએ કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે વિધાનસભામાં રજૂકરેલું આ અંદાજપત્ર છેવાડાના માનવીને પણ સર્વગ્રાહી સુવિધા પ્રાપ્ત કરે સાથો સાથ ફન્ડામેન્ટલી રોજગાર વૃદ્ધિ, કૃષિ કલ્યાણ, સામાજીક ક્ષેત્રે, શિક્ષણ, આરોગ્ય, દિવ્યાંગો, મહિલા, માછીમારો અને નાના દુકાનદારો સહિત સૌનાકલ્યાણનો વિચાર પણ આ બજેટમાં કરવામાં આવ્યો છે.
આ બજેટ કીડીને કણ ને હાથીને મણ જેવું સૌનો વિચાર કરીને બનાવવામાંઆવ્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ આ બજેટને કિસાન હિતલક્ષી ગણાવતા કહ્યું કે રાસાયણિક ખાતરથી ખેડૂતો દૂર થાય અને પ્રાકૃતિક ખેતી કરે તેમાટે ખેડૂતોને ગાય અને ગાય દ્વારા ખેતી જે ખેડૂત કરેતેને દર મહિને રૂ. ૯૦૦ ગાયના નિભાવ માટે આપવામાં આવશે. ખેડૂતો પોતાના માલની જાળવણીમાટે ખેતરમાં પોતે ગોડાઉન બનાવે તેને રાજ્ય સરકાર રૂ. ૩૦ હજાર સહાય આપશે. (AIR NEWS)

31 Days ago

Download Our Free App