आपकी जीत में ही हमारी जीत है
Promote your Business

રણજી ટ્રોફીમાં એક સો મેચ રમવાનો વિક્રમ રચનાર પાર્થિવ પટેલ ગુજરાતના પહેલા ખેલાડી બન્યા

News


ગુજરાતના ક્રિકેટર અને રણજી ટ્રોફી ટીમના સુકાની પાર્થિવ પટેલે ગઇકાલે તેની એક્સોમી રણજી ટ્રોફી મેચ રમીને એક નવો વિક્રમ સર્જ્યો છે. ગઇકાલે સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ મેદાન ખાતે શરૂ થયેલી રણજી મેચમાં પોતાની એક્સોમી રણજી મેચ રમીને આવી સિદ્ધિ મેળવનાર તેઓ ગુજરાતના પ્રથમ ખેલાડી બન્યા છે.
ભારતની વર્લ્ડ કપ ટીમમાં રહી ચૂકેલા પાર્થિવ પટેલે ગુજરાતને રણજી ટ્રોફી ચેમ્પિયનશીપ જીતવાનું ગૌરવ પણ અપાવ્યું છે. ગઇકાલે સુરતમાં મેચ શરુ થતા પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પાર્થિવ પટેલનું સન્માન કરવામાં આવ્યુ હતું.
દરમિયાન ગઇકાલથી શરૂ થયેલા રણજી ટ્રોફી મેચમાં વિદર્ભે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી, અને પુરી ટીમ 142 રન માં આઉટ થઇ ગઈ હતી. જેના જવાબમાં પ્રથમ દિવસની રમતને અંતે ગુજરાતે 1 વિકેટ ગુમાવીને 88 રન કરી લીધા હતા. પાર્થિવ પટેલ 31 રન કરીને ક્રિઝ ઉપર નોટ આઉટ છે. આ અગાઉ ગુજરાત તરફથી સિદ્ધાર્થ દેસાઈ એ 4, રૂશ કાલરીયાએ 3 અને ચિંતન ગજાએ 2 વિકેટો ઝડપી હતી. (AIR NEWS)

62 Days ago

Download Our Free App