રાજયમાં ગઇકાલે કોરોનાના ૯૦ કેસ નોંધાયા છે. ૨૨ દર્દીઓ સાજા થયા છે. રાજયમાં કોવિડ ૧૯થી સાજા થવાનો દર ૯૯.૧૧ ટકા છે.
રાજયમાં કોરોનાના કુલ ૩૩૬ સક્રિય દર્દીઓ છે. જેમાંથી પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે. ૩૩૨ દર્દીઓની સ્થિતિ સ્થિર છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં ગઇકાલે કોરોના ૪૯ કેસ નોંધાયા છે. મહેસાણામાં ૧૦, રાજકોટ શહેરમાં ૮, સુરત શહેરમાં ૬, સાબરકાંઠા અને વડોદરા શહે્રમાં પાંચ - પાંચ કેસ નોંધાયા છે. (AIR NEWS)