હવામાન વિભાગે રાજયમાં કેટલાક સ્થળોએ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાતમી મે સુધી હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.
આ સમયગાળામાં કેટલાક સ્થળે પવનની ગતિ વધીને 40 કિલોમીટર પ્રતિકલાક થઇ શકે છે.
દરમિયાન છેલ્લા 36 કલાકમાં મહેસાણા અને વિસાવદર તાલુકામાં 30 મીલીમીટર , વિસનગર, માણાવદર અને ઉપલેટામાં 20, અરણેજ, મોડાસા, વિજાપુર, ખેડબ્રહ્મા, સાયલા, લખપત, અંજાર અને રાણપુર તાલુકામાં 10 મીલીમીટર વરસાદ થયાના અહેવાલ છે.
આ સમયગાળામાં ઘણા સ્થળે મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા એકથી છ ડિગ્રી ઓછું નોંધાયું હતું.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામની સીમમાં વીજળી પડતા એક યુવાન અને 40થી વધુ બકરાના મૃત્યુ નીપજયા છે.
ગીર ગઢડામાં રૂપેણ નદીમાં પૂર આવ્યું છે. (AIR NEWS)