A part of Indiaonline network empowering local businesses

રાજયમાં RTE હેઠળ સંપૂર્ણ પારદર્શી રીતે પ્રવેશ અપાયો છે.- પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ

News

રાજયમાં શિક્ષણના અધિકાર ધારા - RTE હેઠળ સંપૂર્ણ પારદર્શી રીતે પ્રવેશ અપાયો છે.
એવી જ રીતે 10 જીલ્લામાં ખોટી રીતે પ્રવેશ મેળવેલા 621 બાળકોનો પ્રવેશ રદ કરાયો છે.
પ્રવકતા મંત્રી ઋષીકેશ પટેલે જણાવ્યું છે કે, ચકાસણી દરમિયાન 621 કેસમાં ગત વર્ષે ધોરણ 1માં અભ્યાસ કર્યો હોવા છતા આ વર્ષે વાલીઓ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરીને RTE હેઠળ પોતાના બાળકોને ફરીથી પ્રવેશ કરાવ્યો હોવાની બાબત ધ્યાનમાં આવી હતી.
દરમિયાન RTE હેઠળ બીજા રાઉન્ડ માટે પ્રવેશ મેળવવા અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે.
અરજદાર વિદ્યાર્થીએ rte.orpgujarat.com ઉપર શાળાઓની પુનઃપસંદગીના મેનું ઉપર ક્લીક કરવાનું રહેશે.
ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મતારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે.
ત્યારપછી સબમીટ બટન ક્લીક કરીને પ્રિન્ટ મેળવવાની રહેશે. કોઇપણ મુશ્કેલી માટે હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી શકાશે. (AIR NEWS)

16 Days ago