રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિમાં ગુજરાત સમગ્ર દેશનું નેતૃત્વ સંભાળે તેવો અનુરોધ કર્યો છે. અમરેલીમાં ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપતાં તેમણે કહ્યું કે, ઝેરમુક્ત ખેતી કરવાનો આ સમય છે એટલે પ્રાકૃતિક ખેતીને અનુસરવા માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ભારતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયા છે.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં કુદરતી આફતો વધી રહી છે. જમીન બિનઉપજાઉ બની રહી છે ત્યારે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવામાં પ્રાકૃતિક કૃષિ મદદ કરે છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, જમીન અને પાણી પ્રદુષિત થયા છે ત્યારે ભાવિ પેઢીને ઉજ્જવળ ભવિષ્ય આપવા કટિબદ્ધ બનીએ. (AIR NEWS)