હવામાન ખાતાની આગાહી અનુસાર, રાજ્યમાં કેટલાંક સ્થળોએ વરસાદી ઝાપટાં નોંધાયા છે.
અમારા દ્વારકાના પ્રતિનિધીના જણાવ્યા અનુસાર, દ્વારકા પંથકમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ થતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ પંથકમાં પણ કમોસમી વરસાદ થયાના અહેવાલ છે.
કચ્છમાં પણ વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ થઇ રહ્યો છે.. મોડાસાના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ થયો હોવાનું અમારા અરવલ્લીના પ્રતિનિધી જણાવે છે. (AIR NEWS)