હવામાન ખાતા તરફથી મળતી માહિતી મુજબ રાજ્યમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
જેમાં દાદરા નગર હવેલી અને ડાંગના વઘઇ તાલુકામાં 20 મી.મી વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેરગ્રામ, દહેગામ, વલસાડ. લુણાવાડા, સાગબારા અને ઉમરપાડા ખાતે 10 મી.મી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે જણાવ્યા મુજબ રાજયમાં આગામી ચાર દિવસમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં તેમજ દીવ દમણ દાદરા નગર હવેલી તેમજ સાબરકાંઠા ખાતે હળવોથી મધ્યમ વરસાદ થવાની વકી છે. (AIR NEWS)