A part of Indiaonline network empowering local businesses

રાજ્યમાં મોસમનો કુલ 81.16 ટકા વરસાદ નોંધાયો.

news

રાજ્યમાં મોસમનો કુલ 81.16 ટકા વરસાદ નોંધાયો છે. સાથે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાહોદના ફતેપુરમાં દોઢ ઈંચ નોંધાયો છે.
અમદાવાદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે.
પંચમહાલ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમનો 65 ટકા વરસાદ નોંધાયો છે તે સાથે જ પાનમ ડેમ 52 ટકા ભરાયો છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આજી-૨ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી, હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. (AIR NEWS)

39 Days ago