રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદનું જોર ઘટ્યું છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આગામી ચાર દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તેના પરિણામે આજથી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહીસાગરના લુણાવાડામાં અઢી ઇંચ થયો હતો. જ્યારે બનાસકાંઠાના દાંતા માં બે ઇંચ, અને અમીરગઢમાં દોઢ ઇંચ ઉપરાંત આણંદના આંકલાવ માં સવા ઇંચ, સંતરામપુરમાં એક ઇંચ, વરસાદ થયો હતો. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 79 ટકા જેટલો થયો છે. (AIR NEWS)