A part of Indiaonline network empowering local businesses

રાજ્યસભાની ગુજરાતની ચાર સહિત 56 બેઠકોની ચૂંટણી આગામી 27મી ફેબ્રુઆરીએ યોજાશે.

News

રાજ્યસભાની ગુજરાતની ચાર સહિત 56 બેઠકોની ચૂંટણી આગામી 27મી ફેબ્રુઆરીએ યોજાશે. આ ચૂંટણી માટેનું જાહેરનામું ગઇકાલે બહાર પડ્યું છે. 56 બેઠકો માટે આગામી 15મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 27મી ફેબ્રુઆરીએ ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશની 10, મહારાષ્ટ્ર અને બિહારની 6-6, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની દરેકની પાંચ, કર્ણાટકની ચાર, આંધ્રપ્રદેશ- તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશાની દરેકની 3 જ્યારે ઉત્તરાખંડ, છત્તીસગઢ, હરિયાણા અને હિમાચલ પ્રદેશની દરેકની એક બેઠક માટે ચૂંટણી યોજાશે..
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ અને એલ. મુરુગનનો રાજ્યસભાનો કાર્યકાળ આગામી એપ્રિલમાં પૂર્ણ થઇ રહ્યો છે આથી ખાલી પડનારી 56 બેઠકો માટે ચૂંટણી યોજાશે. (AIR NEWS)

20 Days ago