आपकी जीत में ही हमारी जीत है
Promote your Business

રાજ્ય સરકારે નર્મદાના નીરથી તળાવો અને ચેકડેમો ભરવાનો નિર્ણય લીધો.

news

રાજ્ય સરકારે ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈને ગ્રામીણ વિસ્તારોમાં, આજથી નર્મદાના નીરથી તળાવો અને ચેકડેમો ભરવાનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજથી – ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈન સાથે જોડાયેલા 550 તળાવો ભરવા માટે 10 હજાર 465 એમ.સી.એફ.ટી. પાણી છોડશે.

એવી જ રીતે જેમ જરૂરિયાત ઉભી થશે એ મુજબ પાણી આપવાનું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સૌની યોજના સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમો આજથી નર્મદાના નીર વડે ભરવામાં આવશે. આ નિર્ણય મુજબ 27 જળાશયો તથા 547 તળાવો અને ચેકડેમો નર્મદાના નીરથી ભરાશે.

શ્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં ટપ્પર ડેમ દ્વારા નાગરિકોને પીવાનું પાણી આપવામાં આવે છે, ત્યારે ટપ્પર ડેમમાં પણ જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી પૂરું પડાશે. (AIR NEWS)

132 Days ago

Download Our Free App

Advertise Here