A part of Indiaonline network empowering local businesses

રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર

News

રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.
જે અંતર્ગત શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, અને તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં. શારીરિક કસોટીમાં ધ્યાને લેવાતા વજનને પણ રદ્દ કરવામાં આવ્યું છે. શારીરિક કસોટીમાં પાસ થયેલ તમામ ઉમેદવારો OBJECTIVE MCQ TEST માં ભાગ લઈ શકશે. 100 માર્કની MCQ પરીક્ષાને બદલે હવે 200 માર્કનું એક જ OBJECTIVE MCQ પરીક્ષા પેપર લેવાશે. આ પેપરના દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા માર્ક ફરજિયાત રહેશે. જે વિદ્યાર્થીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્ષ કર્યો હોય તેમને વધારાના ગુણ આપવામાં આવશે. (AIR NEWS)

21 Days ago