રાયસીના મંત્રણા વૈશ્વિક અને વ્યુહાત્મક મુદ્દાઓના વિચાર વિમર્શ માટે મહત્વનો મંચ રહયો છે.- મોદી

News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટ દ્વારા જણાવ્યું છે કે રાયસીના મંત્રણા વૈશ્વિક અને વ્યુહાત્મક મુદૃાઓના વિચાર વિમર્શ માટે મહત્વનો મંચ રહયો છે. વધુમાં તેમણે કહયું કે આ દરમિયાન ભારતના મુખ્ય મિત્ર દેશના નેતાઓને મળવાનો અવસર મળ્યો. આ પહેલા ભારતે મુખ્ય વૈશ્વિક સંમેલનમાં રાજકીય અને ભૂ-આર્થિક બાબતો વિશે રાયસીના મંત્રણા ગઇકાલે કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઉદઘાટન સત્રમાં ભાગ લીધો હતો. ન્યુઝીલેન્ડના ભુતપુર્વ પ્રધાનમંત્રી હેલેન કલાર્ક, અફઘાનીસ્તાનના ભુતપુર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજાઇ, કેનેડાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાફેર, સ્વીડનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કાર્લ બિલ્ડ, ડેનમાર્કના ભુતપુર્વ પ્રધાનમંત્રી એન્ડર્સ ફોગ રાસમુસેન, ભુટાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રોહિંગ તોબગે અને દક્ષિણ કોરીયાના ભુતપુર્વ પ્રધાનમંત્રી હોન સિયુંગસ્ટેએ પણ આ સત્રમાં ભાગ લીધો હતો.
સાત દેશોના ભૂતપૂર્વ વડાઓ એ વિશ્વ સામેના મુખ્ય પડકારો ઉપર વિચાર વિમર્શ કર્યા. આ પ્રતિષ્ઠીત મંત્રણા કાર્યક્રમની પાંચમી આવૃતીનું આયોજન વિદેશ મંત્રાલય અને ઓબઝર્વ રીસર્ચ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે ધરાયું છે.
ત્રણ દિવસના આ સંમેલનમાં બાર વિદેશ મંત્રીઓએ ભાગ લઇ રહયાં છે. જેમાં રશિયા, ઇરાન, ઓસ્ટ્રેલિયા, માલદીવ, દક્ષિણ આફ્રિકા, ડેન્માર્ક, ઉઝબેકિસ્તાન અને યુરોપીયન સંઘનો સમાવેશ થાય છે.
અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે ઇરાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઝવાદ જરીફની હાજરી આવા સમયે મહત્વની માનવામાં આવી રહી છે, જયારે અમેરીકા અને ઇરાન વચ્ચે તણાવ ચાલી રહયો છે. (AIR NEWS)

43 Days ago