રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઇકાલે શીરડીમાં પવિત્ર સાઇ ધામની મુલાકાત લીધી અને ત્યાં પ્રાર્થના કરી. તેઓએ દેશવાસીઓના કલ્યાણ અને ખુશી માટે પણ પ્રાર્થના કરી હતી. તેઓને મહારાષ્ટ્રના રાજયપાલ રમેશ બૈસ અને મહેસૂલ તથા જીલ્લા સંરક્ષકમંત્રી વિખે પાટીલે તેમનું સ્વાગત કર્યુ હતું. શ્રી સાઇબાબાના સમાધિ સ્થળના દર્શન કર્યા બાદ તેઓ ભારતીય વાયુસેનાના વિશિષ્ટ પ્લેનથી દિલ્હી જવા રવાના થયા. (AIR NEWS)