A part of Indiaonline network empowering local businesses

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટીનને મળ્યા

News

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટીનને મળ્યા. બંને નેતાઓએ ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે દરિયાઇ લશ્કર અને એરોસ્પેસ ક્ષેત્રે સહકાર વધારવા વિશે ચર્ચા કરી.
તેમણે ટેક્નોલોજીના વધારે હસ્તાંતરણ, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને અનુરૂપ સ્વદેશી ક્ષમતાઓ માટે સાથે મળીને નિર્માણ કરવા વિશે પણ ચર્ચા કરી. બંને પક્ષોએ મધ્ય- પૂર્વ, દક્ષિણ એશિયા અને અગ્નિ એશિયા તેમજ ભારત અને પ્રશાંત વિસ્તારના દેશોના નિર્ણયો, રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને આધારે જ હોવા જોઇએ. તે વિશે પણ ચર્ચા કરી. બંન્ને દેશો, પુરવઠા માટેના વિશ્વાસપાત્ર સ્ત્રોતો, સરળ પુરવઠા, શ્રુંખલા તેમજ વધારેમાં વધારે ઔદ્યોગિક ભાગીદારી વિશે સંમત થયા. (AIR NEWS)

260 Days ago