A part of Indiaonline network empowering local businesses

રિઝર્વ બેંકે સીધા જારી કરનાર બેન્ક સ્તરે કાર્ડ-ઓન-ફાઈલ ટોકન નિર્માણ સુવિધાઓ શરૂ કરવાની દરખાસ્ત કરી

news

રિઝર્વ બેંકે સીધા જારી કરનાર બેન્ક સ્તરે કાર્ડ-ઓન-ફાઈલ ટોકન નિર્માણ સુવિધાઓ શરૂ કરવાની દરખાસ્ત કરી છે. ટોકન્સ હાલમાં ફક્ત વેપારીની એપ્લિકેશન અથવા વેબપેજ દ્વારા જ બનાવી શકાય છે. ગઇકાલે મુંબઈથી જારી કરાયેલા વિવિધ વિકાસલક્ષી અને નિયમનકારી નીતિના પગલાં અંગેના એક નિવેદનમાં RBIએ જણાવ્યું છે કે આનવા પગલાથી કાર્ડધારકોને ટોકન્સ જનરેટ કરવાની અને તેમના વર્તમાન ખાતાઓને વિવિધઈ-કોમર્સ એપ્લિકેશનો સાથે લિંક કરવાની સુવિધામાં વધારો થશે.
RBI એ અહેવાલ આપ્યો છે કે ગયા વર્ષે ઑક્ટોબરમાં આ સુવિધા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 56 કરોડ ટોકન બનાવવામાં આવ્યા છે, જેમાં 5 લાખ કરોડ રૂપિયાથી વધુના નાણાકીય વ્યવહારો થયા છે. (AIR NEWS)

145 Days ago